Tuesday, March 15, 2011

હેપી ફાધર્સ્ ડે - સુખ અને આનંદ - દિનેશ દેસાઈ



હેપી ફાધર્સ્ ડે - સુખ અને આનંદ - દિનેશ દેસાઈ

         વિખ્યાત બિ્રટિશ નાટ્યકાર-નવલકથાકાર-વાર્તાકાર સમરસેટ માૅમ(૧૮૭૪-૧૯૬૫)કહે છે કે, ‘સુખ એટલે શું? તમે જયારે કોઇ વ્યકિતના ચહેરા ઊપર એકાદ સ્મિત રેલાવી શકો એનો અર્થ તમે એને સુખ આપ્યું, તમે સુખ વહચ્યું, અને આનંદ એટલે શું? તમે જયારે પોતાના તમે જયારે પોતાના ભોગે પણ કોઇ વ્યકિતને ખુશ રાખી શકો, એને ખુશ જોઇ શકો, એનું જ નામ તો આનંદ.’ કેટલી મોટી વાત કરવામાં આવી છે. ખરા અર્થમાં તો સુખ અને આનંદ એક જ સિક્કાની બે બાજુઓ છે. તમે કોઇને સુખ આપી શકો, અન્યને સુખી જોઇ શકો, કોઇને સુખી કરી શકો તો એનો તમને કેટલો બધો આનંદ મળતો હોય છે, કેટલો બધો પરિતોષ મળતો હોય છે, એની કલ્પના નહ, અનુભૂતિ કરી જુઓ.
મહાભારતના રચનાકાર મર્હિષ વેદ વ્યાસે તો લખ્યું પણ છે કે, ‘ત્યેન ત્યકતેન ભૂંજીથાઃ’ વહચીને ખાઓ. વહચીને ખાવા જેવો આનંદ બીજો એકે’ય નથી. ભલે આપણા વેદ-ઊપનિષદો આ બધું કહી ગયા હોય, છતા આજનો માનવી શું આ પ્રમાણે વર્તી શકે છે ખરો? વહચીને ખાવાની વાૃત્તિ જાણે ભૂતકાળ બની ગઇ છે. બીજાને સુખી કરવામાં જ પોતાનું સુખ સમાયેલું છે, એ વાત જાણતો હોવા છતા માણસ અન્યને માટે શા માટે ધાૃણાભાવ-વૈરભાવ રાખે છે?



જો કે સુખ અને આનંદની વાત નીકળે ત્યારે હાથી અને પ્રજ્ઞાચક્ષુઓની અંગ્રેજી વાર્તા અનુસાર દરેક વ્યકિતનો અનુભવ અને અભિપ્રાય જુદો-જુદો હોઇ શકે છે. ‘તુંડે-તુંડે મર્તિિભન્નાઃ’ વ્યકિતએ-વ્યકિતએ દરેકનો અભિપ્રાય નોખો પણ હોઇ શકે છે. કોઇને ધર્મમાં સુખ અને આનંદ મળે છે, કોઇને સંબંધોનાં તાણાં-વાણાંમાંથી એ તાૃષ્ટિગુણ મળી રહે છે તો કોઇને સદ્કાર્યોની સુવાસ પ્રસરાવવામાંથી પણ આનંદ અને સુખ મળી રહે છે. એક મા-બાપ તરીકે પૂછવા જેવો સવાલ છે કે, શું આપણે આપણાં સંતાનોને સુખ અને આનંદ આપી શકીએ છીએ? આજની ફાસ્ટ લાઇફમાં તમારાં સંતાન માટે તમે આઇપેડ કે આઇપાૅડ નહ ખરીદી આપો તો ચાલશે પણ એને પ્રેમ, લાગણી, હૂંફ આપો. એને સુખ નામનો પ્રદેશ આપો, એને વાલીપણાંનો નહ પ્રેમના આનંદનો અહેસાસ કરાવો. યું તમે તમારા સંતાનને જ નહ, કોઇ નિકટતમ સ્વજનને પણ કાન આપી શકો છો? શું તમે તમારી નિકટની વ્યકિતને ખભો આપી શકો છો ? એ સવાલનો જવાબ મેળવવા આપણે એક પ્રસંગ જાણવા જેવો છે.
બાર વર્ષની બોલકી છોકરી અને એકાવન વર્ષના આધેડની આ વાત છે. વાત અમેરિકાના કેલિર્ફોિનયા સ્ટૅટની છે. અહના સાન જાૅસ શહેરમાં રહેતી બાર વર્ષની મૅકેલી બ્રાઊન ઘરમાં એકલી હતી ત્યારે કોઇ અજાણી વ્યકિતનો ફોન આવ્યો. ‘સાૅરી, રાૅંગ નંબર.’ એમ કહીને રિસિવર ફોનના ક્રૅડલ ઊપર મૂકી દેવાના બદલે મૅકેલીને તો પેલા અજાણ્યા કાૅલર(વાત કરવાર) સાથે વાતો કરવાની મજા પડી ગઇ. કારણ કે તે સ્કૂલેથી ઘરે આવી ગઇ હોવા છતાં તેના ડેડી મૅથ્યુ બ્રાઊન કે મમ્મી રુથ બ્રાઊન જોબ ઊપરથી હજુ ઘરે પહાચ્યાં નહોતાં. મૅકેલી માટે તો અજાણ્યા કાૅલર સાથે ગપ્પા મારવાં એ માત્ર ટાઇમપાસ ગૅમ હતી. એને તો મજા પડી હતી. મૅકેલી તો જાણે-અજાણે લૅન્ડલાઇન ઊપર સામે છેડેથી વાત કરનાર અજાણ્યા કાૅલરના મેઘાવી અને જાદુઇ અવાજનાં પ્રેમમાં પડી ગઇ.
એકાકીપણાંનો શિકાર મૅકેલીને પેલા પુરુષ સાથે વાત કરવાનું ગમવા માંડ્યું. એટલું જ નહ, તેણે જ ખુદ પેલાને ફોન કરતાં રહેવાનું ઇજન આપ્યું. પેલો પુરુષ તો એક સુંદર ગર્લફ્રેન્ડ મળ્યાના આનંદમાં હતો. એણે તો ફોન ઊપર જ રાૅમેન્ટિક અને શાૃંગારરસસંબંધી વાતો કરીને મૅકેલીને રિઝવવા માંડી. અજાણ્યા કાૅલરને જેમ સુંદર ગર્લફ્રેન્ડ મળ્યાનો આનંદ હતો એમ જ મૅકેલીને પણ જાણે સપનાંનો રાજકુમાર મળી ગયાનો સંતોષ હતો. હવે તો તે પહેલાં કરતાં પણ ખુબ ખુશ રહેવા માંડી. પોતાનાં કપડાંનું, ફેશનનું, દેખાવનું ખાસ ધ્યાન રાખવા માંડી હતી. રોજ મૅક-અપ બાૅક્ષનો પણ ઊપયોગ કરવા લાગી હતી. પરંતુ એનામાં આવેલા આ પ્રકારનાં ફેરફાર સામે તેનાં મા-બાપની નજર કયારેય ન ગઇ. અહ જ ચેતવણીનો અૅલાર્મ-બૅલ વાગવો જોઇતો હતો.



બેઊનો ટેલિફોનિક લવ હવે આગળ વધ્યો હતો. એ હદે કે બેઊ એકમેક વિના જાણે રહી શકે એમ નહોતાં. બે જણનાં એકાન્તમાં સુખ નામના પ્રદેશની ખોજમાં ઘર છોડીને કયાંક ભાગી જવાનું બેઊએ નક્કી કર્યું. પ્રેમ એ હદે પ્રગાઢ થયો હતો કે બેઊ વચ્ચે રહેલો ઉંમરનો તફાવત પણ હવે તો ઓગળી ગયો હતો. પછી શું થયું? શું થાય વળી? બેઊ ઘર છોડીને નાસી છુટ્યાં. મૅકેલીનાં ડેડી મૅથ્યુ બ્રાઊને સાન જાૅસ પોલીસ સમક્ષ ફરિયાદ પણ નાધાવી. શકદાર તરીકે તેઓએ પેલા અજાણ્યા ટેલિ-કાૅલર વિશે પોલીસને વાત પણ કરી. મૅથ્યુ બ્રાઊન અને રુથ બ્રાઊન હવે સમજી ગયાં હતાં કે વાંક તેમનો જ હતો. દીકરી વયમાં પ્રવેશવા આવી છતાં બેઊ નોકરીયાત મા-બાપ મૅકેલી માટે સમય ફાળવી શકતાં નહોતાં. એનાં ઊછેર પાછળ પુરતું ધ્યાન આપી શકતાં નહોતાં. એની વાત સાંભળવા માટે પોતાનાં કાન આપી શકતાં નહોતાં. જો દીકરીને મા-બાપે કાન આપ્યાં હોત તો શકય છે કે મૅકેલીએ પોતાનાં દિલની વાત અને પોતાનાં મનની મુંઝવણ પણ મા-બાપનેે કરી જ હોત. પરંતુ હવે શું થાય? પૂરનાં પાણી માથા પરથી વહી ગયાં હતાં. પછી શું થયું? એ વાત મહત્વની નથી. અગત્યની વાત એટલી જ છે કે તમે સંતાનોને શું આપો છો? સંતાનો મોટાં થઇ જાય ત્યારે તેમની પાસે મા-બાપ જયારે અપેક્ષા રાખે છે એમ સંતાનો શું યુવાન થાય ત્યાં સુધીમાં મા-બાપ પાસે અપેક્ષા ન રાખી શકે કે મા-બાપ તેમને કાન આપે?
શકય હોય તો કાન આપો, સહુને સાંભળો. પછી એ સંતાન હોય કે મા-બાપ, મિત્ર હોય કે સ્નેહી-સ્વજન. કોઇની પણ વાત સાંભળવાથી કહેનારનાં હૃદયનો ભાર અવશ્ય હળવો થાય છે. બની શકે તો કોઇને ખભો આપો. કોઇનું દુઃખ-દર્દ કંઇ કાયમી રહેવાનું નથી. પરંતુ જયારે નજીકની કે ગમતી વ્યકિતને તમે સધિયારો આપો છો, એને માથું મૂકીને ડુમો કાઢવા માટે ખભો આપો છો ત્યારે તમને ખબર નથી કે તમે કેવું જાદુઇ અને અદ્ભુત કાર્ય કર્યું છે.આ કાર્ય જ પ્રાઇસલૅસ છે. એની રુપિયામાં કમત આંકી શકાતી નથી. કારણ કે કાન અને ખભો બજારમાં વેચાતાં મળતાં નથી.



No comments:

Post a Comment