Tuesday, June 19, 2018

નવલિકાઃ- "મેરા પ્યાર, હુક્કા બાર" - દિનેશ દેસાઈ


   


         સાંજના સાત વાગ્યાના ન્યૂઝની હેડલાઈનથી મિતેશના કાન ઊંચા થઈ ગયા. શહેરના પૉશ એરિયામાં હુક્કા બાર ઉપર પોલીસના દરોડા, ચાર કપલની અટકાયત. વિઝ્યુઅલ્સ્ જોયા. બધાના મ્હોં ઢંકાયેલા હતા.
મિતેશ સ્વગતઃ બોલી ઊઠ્યોઃ આજકાલના છોકરા-છોકરીઓ છાકટા થઈ ગયા છે. સમાજ, ઈમેજ, આબરુની કંઈ જ પડી નથી.
તેણે પત્નીને બૂમ પાડીને કહ્યું કે અરે, આ ક્રિષા ક્યાં ગઈ દેખાતી નથી? ઘરમાં ટકતી જ નથી. જ્યારે જુઓ ત્યારે બહાર જ હોય છે. બિલકુલ તારા ઉપર ગઈ છે.
સોનાલી કિચનમાંથી લિવિંગરૂમમાં આવી અને બોલીઃ બેબી હવે મોટી થઈ અને કૉલેજમાં ભણે છે. મને કહીને એની ફ્રેન્ડ સાથે બહાર ગઈ છે. હમણાં આવતી જ હશે. અને હા, મને કે મારી બેબુને ટૉન્ટ મારવાના બંધ કરી દો. તમારે કાપડના ધંધામાં મંદી આવી એટલે વહેલા ઘર ભેગા થઈને આમ અમારા બેઉ પર ઉભરા ના ઠાલવો. તમે બાજુવાળી અમિષા સાથે નૈન-મટક્કા કરતા ફરો છો, એવું અમે મા-દીકરી તો નથી કરતા ને?
મિતેશ અને સોનાલીએ રાતના નવ સુધીમાં તો ક્રિષાએ આપેલા બધા જ કૉન્ટેક્ટ્સ પર મૉબાઈલ કૉલ કરી કરીને પુછી લીધું હતું. ક્રિષાનો મૉબાઈલ તો ક્યારનો સ્વિચ ઑફ્ફ આવતો હતો. તે જેની સાથે ગઈ હતી તેનો મૉબાઈલ પણ બંધ જ આવતો હતો. હવે કોને પુછવું?
રાતના લગભગ દસ વાગી ગયા હતા. ડૉરબેલ વાગ્યો. મિતેશે ફ્લેટનો દરવાજો ખોલ્યો અને જોયું તો સામે પોલીસના યુનિફૉર્મમાં ત્રણ જણા ઉભા હતા.
પોલીસે જ માહિતી આપતા કહ્યું કે ક્રિષા પટેલ તમારી ડૉટર છે? હુક્કા બારમાં કોઈ છોકરા જોડે અજુગતી હરકતો કરતી પકડાઈ છે. દારુ પણ પીધો હતો અને ટૉબેકો વિથ હુક્કા પણ. અમારે ઘરની તલાશી લેવી પડશે.



સોનાલીની આંખો સામે સને 2016માં આવેલી મૂવી લા લા લેન્ડ ફ્લેશ બેક બનીને આવી ગઈ, જ્યારે તે પાર્થ સાથે આ મૂવી જોવા ગઈ હતી. ઘરે કોઈને જાણ ન થાય એની તેણે ખાસ કાળજી લીધી હતી. જો ક્રિષાના ઉછેરમાં પણ એવી કેર લીધી હોત તો?
એ વખતે મિતેશનો ઠપકો સાંભળવો પડેલો કે બેબીને બારમાની બૉર્ડની એક્ઝામ છે ને તું આમ બે – ચાર કલાક ઘરની બહાર ફરતી રહે એ ઠીક નથી.
સોનાલીએ પતિને કાઉન્ટર કરતા ચોપડાવી દીધું હતું કે ક્રિષાને એની ફ્રેન્ડના ઘરે થિયૉરમની પ્રેકટિસ માટે જવાનું હતું અને હું તારા ફ્રેન્ડ પાર્થની વાઈફને એડમિટ કરી હોવાથી ખબર જોવા ગઈ હતી.
મૉમ-ડેડના ઝગડાના કારણે ક્રિષા તો ગભરાઈ જ ગઈ હતી. આખરે તેણે મૉમને થેન્કસ્ પણ કહ્યું હતું કે સારું થયું મૉમ, તેં મને આજે બચાવી લીધી.
સોનાલીએ સેમ ટુ યુ, માય બચ્ચા... કહીને ક્રિષાને ચુમી લીધી હતી.
       જેમ લા લા લેન્ડ મૂવીમાં હીરો રેયાન ગોસલિંગ ઝાઝ પિયાનિસ્ટ છે અને હીરોઈન એમા સ્ટૉન તેને દિલ દઈ બેસે છે, એમ મિતેશનો ફ્રેન્ડ પાર્થ ક્લાસિકલ મ્યુઝિશિયન છે અને સોનાલી એને દિલ દઈ બેઠી છે. બેઉ જાણે છે કે પોતે પરણેલાં છે અને પોતાની લાઈફ કોઈ મૂવી નથી. બેઉના ઘરે રહેલી સચ્ચાઈ ગમે ત્યારે પરેશાન કરી મૂકશે.



       પાર્થ મિતેશનો ફેમિલી ફ્રેન્ડ હોવાથી એકમેકના ઘરે આવવા જવાનું બનતું. સોનાલી જો પાર્થ સાથે હળીમળીને વાત કરતી હોય તો મિતેશ માટે શંકા કરવા જેવું કશું નહોતું. મિતેશને ક્લાસિકલ મ્યુઝિક સાંભળવાનો શોખ ખરો. શહેરમાં દર વર્ષે યોજાતા વિન્ટર ક્લાસિકલ મ્યુઝિક વીકની ઑર્ગેનાઈઝિંગ કમિટીમાં પોતે હોવાથી પાર્થ દર વખતે મિતેશને પણ વૉલન્ટિયર તરીકે જૉઈન કરતો. આથી સાતે સાત દિવસ મિતેશ પત્ની સોનાલીને લઈને પ્રૉગ્રામમાં હાજરી આપવા જાય.
રાતના આઠેક વાગ્યાથી મહેફિલ જામે તે છેક વહેલી સવારના ત્રણ કે ચાર વાગી જાય. મિતેશને ઑવર ક્રાઉડમાં સ્વયંસેવકનો બેઝ લટકાવીને ફરવાની મોજ પડતી. બીજી તરફ સોનાલી પ્રાઈવસી મળતાં જ પાર્થ સાથે અંધકારમાં ઓગળી જાય. દર વર્ષનો આ એક ક્રમ બની ગયો હતો. મિતેશ હૉલમાં સોનાલીને જ્યાં બેસાડે ત્યાં આવીને સોનાલી ગોઠવાઈ જાય. આથી મિતેશને જરા સરખો પણ અણસાર આવતો નહિ. એક વાર પાર્થને લઈને તે પોતાના ફ્લેટ પર પહોંચી ગઈ હતી. ઘરમાં એકલી ક્રિષાને પોતે જ ફ્રેન્ડ સાથે જવાની છુટ આપી દીધી હતી.
એક દિવસ મિતેશ અને પાર્થ જોડે હતા ત્યારે જ તેમના ખાસ દોસ્ત જિગરે કહ્યું હતું કે અલ્યા મિતેશ, ભાભીને મેં આઈનૉક્સ મલ્ટીપ્લેક્સમાં કોઈની સાથે જોયા હતા. આ સાંભળીને મિતેશને લાગ્યો એથી મોટો ઝટકો પાર્થને લાગ્યો હતો.
પાર્થે સોનાલીને કૉલ કરીને પુછી લીધું હતું કે ગઈ કાલે કોની સાથે મૂવી જોવા ગઈ હતી?
સોનાલીએ મિતેશના આવા સવાલનો સામનો ઘરે પણ કરવો પડ્યો હતો. તેનો એક જ જવાબ હતો કે મારી ઑફિસના સાહેબ સાથે અમે સ્ટાફ મેમ્બર્સ મૂવી જોવા ગયા હતા. એની ઑબ્જેક્શન?
મિતેશ હોય કે પાર્થ, બિચારા શું બોલે? કેમ કે સોનાલીનો એક જ ફંડા હતો કે હોઠ સાજા તો ઉત્તર ઝાઝા.



ક્રિષા સાતમા – આઠમા ધોરણમાં આવી ત્યારથી મૉમને જોતી આવી હતી. ક્યારેક પાર્થ અંકલ સાથે હંસી-મજાક કરી લેતી મૉમ. ક્યારેક અપ્પુ અંકલ સાથે મૉબાઈલ ઉપર લાંબી વાતો કરતી મૉમ. ક્યારેક ઑફિસવાળા અંકલ સાથે પોતાને પણ આઈસક્રીમ ખાવા લઈ જતી મૉમ. તો કદીક મોઈન અંકલ સાથે પોતાને મૂવી જોવા લઈ જતી મૉમ. બે વર્ષથી કૉલેજની હવામાં આવી ગયેલી ક્રિષાને હવે બધું સમજાવા માંડ્યું હતું કે પપ્પાના ફ્રેન્ડ રાજન અંકલ મૉમ પાસે રાખડી પણ બંધાવે છે અને આખું વરસ મૉમને મોંઘી ગિફ્ટ્સ પણ કેમ આપે છે.
પોલીસે મિતેશ અને સોનાલીને માહિતી આપતા કહ્યું કે કોઈ સ્મિત સુથાર નામના છોકરા સાથે પકડાઈ છે, તમારી ડૉટર?
સોનાલી વિચારવા લાગી ગઈ કે બેબીએ તો પોતાના બૉયફ્રેન્ડ વિવાનની વાત કરી હતી. આ સ્મિત વળી બેબીની લાઈફમાં ક્યાંથી આવી ચઢ્યો? સોનાલી મનોમન ગણવા લાગી કે જો આ પોલીસની વાત સાચી હોય તો સ્મિત બેબીનો આઠમો બૉયફ્રેન્ડ થયો. ઘડીભર સોનાલીને લાગ્યું કે ક્રિષા જાણે મોરના ઈંડા?




એકાગ્રતા એટલે સફળતાનો રાજમાર્ગ - દિનેશ દેસાઈ




  1. એકાગ્રતા એટલે સફળતાનો રાજમાર્ગ - દિનેશ દેસાઈ


ગ્રીસના મહાન તત્વચિંતક ઍરિસ્ટૉટલે કહ્યું છે કે તમે કોઈ પણ કામ પૂરી એકાગ્રતાથી કરતા રહો તો તમને એક દિવસ અવશ્ય પરિણામ (સફળતા) મળે જ છે. ધર્મ, ભક્તિ, ધ્યાન, પૂજા-પ્રાર્થના, સાધના, તપ વગેરે ઉપાય જુદા જુદા હોઈ શકે પરંતુ ઈશ્વર સુધી પહોંચવાના માર્ગ ઉપર ચાલતા રહો તો એક દિવસ મંઝિલ અવશ્ય પ્રાપ્ત થાય જ છે.
રાજકુમાર સિદ્ધાર્થ જે રસ્તા ઉપર ચાલ્યા એ પછી ભગવાન બુદ્ધ તરીકે ઓળખાયા. રાજા ભરથરી પણ ઋષિ ભર્તુહરિ તરીકે જાણીતા બન્યા. રાજા ગોપીચંદ અને રાજા હરિશ્ચંદ્રની જીવનકથાનો સારાંશ પણ ધર્મ અને ભક્તિની દિશામાં પ્રેરણાદાયી છે. કોઈ પણ મહાપુરુષોના જીવનના વિવિધ પ્રસંગો અસાધારણ અને પ્રેરક છે. જીવન જીવવાનું ચાલકબળ એમાંથી મળી રહે છે.
ધર્મ-ભક્તિની અઘરી વાત સાદા સીધા શબ્દોમાં કરતા બ્રહ્મસ્વરુપ યોગીજી મહારાજે કહ્યું છે કે ચાળીસ વર્ષ સુધી સતત અક્ષરમંદિરમાં વાસણ ઉટક્યા છે, તંઈએ આ ગાદી ઉપર બેઠા છીએ.
સમગ્ર મનુષ્યદેહ દુર્લભ પણ છે અને અમૂલ્ય પણ છે. આપણે જાણીએ છીએ કે વિજ્ઞાન એટલું તો આગળ વધ્યું જ છે કે મૃતદેહમાંથી કિડની, લીવર, હૃદય અને બે આંખનું પ્રત્યારોપણ કરી શકાય છે. મૃત્યુની સમીપ સરકી રહેલા કુલ ત્રણ માણસને જીવન આપી શકાય છે અને આંખથી દિવ્યાંગ કમ સે કમ બે અલગ અલગ વ્યક્તિને દૃષ્ટિ પણ આપી શકાય છે. પરંતુ જીવવિજ્ઞાની લેબોરેટરીમાં કિડની, લીવર કે આંખ બનાવી શકતા નથી. હૃદયના સ્ટેન્ટ અને પૂર્જા વગેરે બજારમાં આવી ગયા પણ હ્યુમન હાર્ટ નહીં.



એક જીવવૈજ્ઞાનિકે કહ્યું હતું કે માનવદેહની કિંમત આંકી શકાય નહીં, કેમ કે તેને બજાર પ્રૉડક્ટ પ્રમાણે બનાવી શકાતો નથી. આમ છતા તેની વેલ્યુ 6000 મિલિયન ડૉલર કે તેનાથી અધિક ગણાય. સમગ્ર દુનિયાની વસતી આશરે 6 અબજથી અધિક ગણીએ તો દુનિયાની એક એક વ્યક્તિ એક એક કરોડ રૂપિયાનો ફાળો આપે તો પણ માનવદેહ મળી શકે નહીં. એટલે જ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે કરોડ રૂપિયા ખર્ચતા પણ આ મનુષ્યદેહ નહીં મળે.
દેશની સ્વતંત્રતાના અરસામાં યાને સને 1947ના સમયમાં એક તોલા (દસ ગ્રામ) સોનાનો ભાવ વીસ રૂપિયા હતો. ચાળીસ વર્ષ બાદ સને 1986-87માં એક તોલા (દસ ગ્રામ) સોનાનો ભાવ અઢી હજાર રૂપિયા હતો. હવે ત્રીસ વર્ષ બાદ સને 2017માં એક તોલા (દસ ગ્રામ) સોનાનો (રોજેરોજ ભાવ બદલાતા હોવાથી) સરેરાશ ભાવ રૂપિયા 28,500થી રૂપિયા 29,000 છે. ગુણાતીતાનંદ સ્વામીએ 230 વર્ષ પહેલા કરોડ રૂપિયાવાળી વાત કરી હતી. એ હિસાબે આજે માનવદેહની મૂલ્યવૃદ્ધિ ગણવી રહી.
જીવવિજ્ઞાનીઓએ દુનિયામાં માણસની એવરેજ એજ 100 વર્ષ ગણાવી છે. અલબત્ત 100 વર્ષની સરેરાશ આયુ તો ચીન અને જાપાનમાં પૉસિબલ છે. અમેરિકામાં આ એવરેજ 70થી 75 વર્ષની છે, તો આપણા દેશમાં આ એવરેજ એજ 60થી 65 વર્ષની છે. માણસ 100 વર્ષ જીવી લે છે, એમ માની લઈએ. પરંતુ એ પછી તો બધું ખતમ. આપણને આપણા પિતા અને તેમના પિતા યાને દાદાનું નામ ખબર હોય, એ પછી વડવાઓના નામો પુછવામાં આવે તો આપણને ખબર જ ના હોય.
વંશ-વારસો પણ આપણને યાદ રાખશે એમ માનવું ભુલભરેલું છે. એક, બે અને ત્રણ પેઢી સુધી જ ખબર હોય. બીજી તરફ પેઢીઓ વીતી જવા છતા નાગર કૃષ્ણભક્ત નરસિંહ મહેતાનું નામ સૌને યાદ હોય. આ ભક્તકવિ આપણી ન્યાતના ના હોય અથવા આપણે એમની જ્ઞાતિના કે સગાં ન હોઈએ તો પણ એમને યાદ રાખીએ છીએ તે ભક્ત અને ભક્તિની કમાલ છે. ભક્તિ અમરત્વ અપાવી દે છે.



સૃષ્ટિના સર્જક કુદરત કે ભગવાનથી કોઈ મહાન નથી. આકાશમંડળમાં એક નિહારિકા યાને એક બ્રહ્માંડમાં એક અબજ તારાઓ સહિત ગ્રહમંડળ છે, જેમાં એક પૃથ્વી પણ આવી ગઈ. અવકાશવિજ્ઞાનીઓ કહે છે કે કુલ સાડા ત્રણ અબજ નિહારિકાઓ અસ્તિત્વ ધરાવે છે. હવે એક નિહારિકામાં જો એક અબજ તારાઓ સહિત ગ્રહમંડળ અને પૃથ્વી છે, તો સાડા ત્રણ અબજ નિહારિકાઓમાં કેટલા ગ્રહમંડળ ને કેટલા તારામંડળો ને કેટલી પૃથ્વીઓ? ગણ્યા ગણાય નહીં ને તોય પાર આવે નહીં એટલા ગામો, શહેરો, રાજ્યો અને દેશો અને ખંડ-પ્રખંડો.

સ્પેસસાયન્ટિસ્ટોએ તો હમણા થોડા વખત પહેલા કહ્યું કે સાડા ત્રણ અબજ નિહારિકાઓ છે પરંતુ વેદો-ઉપનિષદો અને પુરાણોમાં તથા જુદા જુદા ધર્મગ્રંથોમાં પણ ઉલ્લેખ છે કે અનંત કોટિ (અગણિત કરોડો) બ્રહ્માંડ યાને નિહારિકાઓ છે. ભગવાન સ્વામિનારાયણ અને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે સકળ લોકમાં અનંત કોટિ બ્રહ્માંડ છે અને આ અક્ષર (બ્રહ્મ, બ્રહ્મસ્વરુપ)ના એક એક રોમમાં અનંત કોટિ બ્રહ્માંડ ફરફરે છે. એવા અક્ષરબ્રહ્મસ્વરુપ આગળ સામાન્ય માનવી એટલે દરિયા આગળ ટીપું પણ ન ગણાય.
જસ્ટ ટ્વીટઃ-
વિદ્યાયામ્ અધ્યાત્મવિદ્યાઃ
ઋગ્વેદ




Monday, June 18, 2018

જીવનના મૂલ્યની અમૂલ્ય વાત - દિનેશ દેસાઈ





જીવનના મૂલ્યની અમૂલ્ય વાત - દિનેશ દેસાઈ


અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ સ્વામીની વાતોમાં કહ્યું છે કે દુર્લભમાં દુર્લભ મનુષ્યદેહ છે અને એમાંય દુર્લભમાં દુર્લભ સત્સંગ છે. દુર્લભ એટલે શું? દુનિયાની તમામ સંપત્તિ આપી દેવામાં આવે તો પણ જે પ્રાપ્ત ન થાય તેને દુર્લભ કહી શકાય. આજે એકવીસમી સદીમાં જ્ઞાન-વિજ્ઞાનની પ્રગતિ થઈ છે, તેમ છતા દુનિયાનો કોઈ જીવવિજ્ઞાની લેબોરેટરીમાં કૃત્રિમ રીતે માનવદેહ બનાવી શકતો નથી.
આપણી પાસે અમૂલ્ય ચીજ હોય પરંતુ આપણને તેનું મૂલ્ય સમજાતું નથી. આપણને બે આંખનું મૂલ્ય ન હોય પરંતુ જે દૃષ્ટિહીન હોય તેના માટે આંખ અમૂલ્ય છે. તે વિના આંખે પણ આંખોના સપનાં જોતો હોય છે. સમય પણ અમૂલ્ય છે પરંતુ રેતઘડીમાં રેતીની જેમ સરી જતો સમય વીતી જાય પછી જ આપણને તેનું મૂલ્ય સમજાતું હોય છે. વીતેલા સમયને પાછો લાવી શકાતો નથી.
ભગવાન ગૌતમ બુદ્ધના જીવનના પૂર્વાશ્રમનો એક જાણીતો પ્રસંગ છે. રાજપરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમનું મૂળ નામ રાજકુમાર સિદ્ધાર્થ. રાજમહેલમાં ધન-વૈભવ અને નોકર-ચાકર વચ્ચે ઉછરતા રાજકુમાર સિદ્ધાર્થને દુનિયાના ભૌતિક દુઃખો વિશે કોઈ જ ખ્યાલ નહોતો. એક દિવસ રાજકુમારે મહેલની બહારની દુનિયા જોવા અને નગરચર્યાએ જવાની જીદ કરી. જેવા તેઓ મહેલની બહાર નીકળ્યા કે તરત સામે તેમને એક વૃદ્ધ દેખાયો. કેડેથી વળી ગયેલો, ભુખથી પેટ સંકોચાઈ ગયેલું, હાથ-પગ દોરડી જેવા પાતળા, દેખાવ ચીંથરેહાલ, લંગડાતી ચાલ અને હાથમાં લાકડી.
રાજકુમાર સિદ્ધાર્થે પોતાની સાથેના સેવકને પૂછ્યું કે આ માણસની આવી દશા કેમ થઈ છે?”
સેવકે કહ્યું કે વૃદ્ધાવસ્થાને કારણે તેની આવી દશા થઈ છે.”
રાજકુમારે વળી સવાલ કર્યો કે વૃદ્ધાવસ્થા કેમ આવતી હોય છે?”



સેવકે જવાબ આપ્યો કે હે રાજન, જન્મ પછી વર્ષ પ્રતિ વર્ષ માણસની ઉંમર વધે એમ કાળક્રમે તેનામાં વિવિધ રોગ-વિકાર સાથે વૃદ્ધાવસ્થા આવતી જ હોય છે.
રાજકુમારે કુતૂહલથી પૂછ્યું કે શું વૃદ્ધાવસ્થા બધાને આવે?”
સેવકે કહ્યું કે હા, રાજન, દરેક માણસને વૃદ્ધાવસ્થા આવે. રાજા, રંક અને ફકીર સહુ કોઈને આવે. સ્ત્રીને પણ આવે અને પુરુષને પણ વૃદ્ધાવસ્થા આવે.
રાજકુમાર સિદ્ધાર્થની શાહી સવારી થોડી આગળ વધી કે સામેથી એક અંતિમયાત્રા આવતી રાજકુમારે જોઈ. એક નનામીને ખભે ઊંચકીને ચાર માણસો ચાલી રહ્યા હતા અને પાછળ પાછળ સફેદ કપડાં પહેરીને ઘણા બધા માણસો રામ બોલો ભાઈ, રામ...ના નારા સાથે જઈ રહ્યા હતા.
સમગ્ર દૃશ્ય જોઈને રાજકુમારે પૃચ્છા કરી કે આ વળી શું છે?
સેવકે કહ્યું કે મહારાજ, આ અંતિમયાત્રા છે.
રાજકુમાર બોલી ઊઠ્યા કે પણ, એમાં વળી આ માણસને બાંધીને શા માટે અને ક્યાં લઈ જવામાં આવે છે?
સેવકે જવાબ આપ્યો કે હે સ્વામી, માણસ મૃત્યુ પામ્યો છે. આથી તેને નનામી (અર્થી) સાથે બાંધીને સ્મશાને લઈ જવામાં આવે છે. સ્મશાન માણસનું અંતિમધામ હોય છે. જ્યાં સ્વજનો મૃતદેહને મૂકીને સળગાવી દેતા હોય છે. આખેઆખો માણસ મર્યા પછી રાખ યાને માટી થઈ જાય છે. મૃતદેહની રાખ વાસણ ઘસવા પણ કામ આવતી નથી. મોત પછી માણસનું કોઈ મૂલ્ય નથી. ઘરમાંથી પણ મૃતદેહને લઈ જવા સ્વજનો ખુદ કાઢો... કાઢો... એમ કહેતા હોય છે.



રાજકુમારે પૂછ્યું કે શું મોત બધાને આવે?
સેવકે વિનમ્રતાથી જવાબ આપ્યો કે હા, રાજન. મોત બધાને આવે અને બધાના હાલ આવા જ થવાના. મોત અમીર-ગરીબ, રાજા કે રંક, એવા ભેદભાવ રાખતું નથી. જે માણસ જન્મે તેનું મૃત્યુ નિશ્ચિત હોય છે. વન બાય વન, બધા મરવાના.
રાજકુમારે ચિંતિત થઈને પૂછ્યું કે તો પછી મૃત્યુથી ઉગરવાનો કોઈ ઉપાય ખરો?
સેવક બોલ્યો કે મોત કોઈને છોડતું નથી. એમાંથી બચવાનો કોઈ ઉપાય હોય તો એક જ કે ભગવદભક્તિ દ્વારા ભગવાનની પ્રાપ્તિ.
જીવનનું સત્ય મોત છે એવું બ્રહ્મજ્ઞાન થયા પછી જ રાજકુમાર સિદ્ધાર્થે ગૃહત્યાગ કર્યો. એ પછીની વાત પણ જાણીતી છે કે તેઓએ બોધિ વૃક્ષ નીચે ઉગ્ર તપશ્ચર્યા કરીને બુદ્ધત્વ પામ્યા. ભગવાન બુદ્ધની તપશ્ચર્યા સાથે જોડાયેલું બોધિ વૃક્ષ આજે પણ મોજુદ છે. એ સ્થળનું નામ બોધિગયા છે.
જસ્ટ ટ્વીટઃ-
પુનરપિ જનમમ્ પુનરપિ મરણમ્, પુનરપિ જનની જઠરે શયનમ્,
ભજ ગોવિંદમ્ ભજ ગોવિંદમ્, ભજ ગોવિંદમ્ મૂઢ મતેઃ
ગીતા ઉપર શંકરાચાર્ય ભાષ્ય



મેરેજ ફિયેસ્તા - દિનેશ દેસાઈ





નવલિકા- મેરેજ ફિયેસ્તા - દિનેશ દેસાઈ

ખુશીનું મન આજે ખુશીથી ઉછાળા મારી રહ્યું હતું. એને લાગતું હતું કે પોતે આજે બહુ મોટો હાથ માર્યો છે. ભાઈ મેરેજ કરીને અમેરિકા સેટ થઈ ગયો હતો ત્યારથી મા-બાપને બસ એક ખુશીના મેરેજની જ ફિકર સતાવી રહી હતી.
મા-બાપ હંમેશા કહેતા રહેતા કે ખુશી જલદી પરણીને ઠેકાણે પડે તો સારું. ક્યાં સુધી છોકરીને ખીલે બાંધી રાખવી? મા-બાપ તો જે સગાંને વહાલાં મળે તેમને કહેતા રહેતા હતા કે ભાઈ સાબ, અમારી ખુશી માટે કોઈ સારું ઠેકાણું હોય તો બતાવજો ને.
જૈસે કો તૈસા. આ તરફ મોહિત પણ એવું જ માની રહ્યો હતો કે એણે પણ મોટો હાથ માર્યો છે અને બિગ ફિશ પોતાની જાળમાં ફસાવી છે. કેમ કે ખુશી એકની એક દીકરી અને મા-બાપની બધી મિલકતમાં તેનો હિસ્સો.
ખુશીના પરિવારને કોઈકે વળી મોહિતનું ઘર બતાવ્યું હતું અને રેફરન્સ પણ આપ્યો હતો. ખુશીનાં મા-બાપે દીકરી માટે વાત ચલાવી હતી અને મોહિત તથા તેના મા-બાપ છોકરી જોવા આવ્યા હતા. તેમના કહેવા પ્રમાણે મોહિત તેમના મા-બાપને એકનો એક દીકરો છે અને શહેરના પોશ એરિયામાં તેમની માલિકીનો સરસ મજાનો ફ્લેટ પણ છે. ઘરમાં નોકર-ચાકર છે. ગાડી છે અને ડ્રાઈવર પણ છે. મોહિત તેના પપ્પાનો બિઝનેસ સંભાળે છે. બસ, આથી વધુ શું જોઈએ?
ખુશીનું ઘર અને કન્યા જોયા પછી મોહિતના મા-બાપે પણ વરનું ઘર જોવા આવવા નિમંત્રણ આપ્યું હતું. ખુશીના પરિવારજનો પણ આમંત્રણને માન આપીને વર અને ઘર જોવા નિમિત્તે તેમના ઘરે આંટો મારી આવ્યા હતા. મુરતિયાને કન્યા ગમી ગઈ હતી અને કન્યાને મુરતિયો પણ. બસ, બેઉ પરિવાર થોડા રુઢિચુસ્ત ખરા. આથી હોરોસ્કોપ મેચ કરાવવા ઉપર વાત અટકી હતી.
ખુશીએ તો ઠાકોરજીને પ્રાર્થના પણ કરી હતી કે બસ, જન્માક્ષર મળી જાય તો સારું. એટલામાં તો વળી મોહિતનો વોટ્સ-એપ મેસેજ આવ્યો હતો તારી સાથે મેરેજ કરવા માટે મારી હા છે. બસ, મોમ-ડેડી પણ માની જાય એટલી જ વાર છે અને હોરોસ્કોપ મેચ થઈ ગયા એવો રિપોર્ટ પણ આવી ગયો છે.
મોબાઈલ સ્ક્રિન ઉપર આટલો મેસેજ વાંચીને ખુશીએ સ્માર્ટ ફોન પર્સમાં મૂક્યો. મેસેજ વાંચીને ખુશીની ખુશી તેના ચહેરા ઉપર ઝલકતી જોવા મળતી હતી.
મોહિતના મા-બાપે વૈષ્ણવ પરિવારના રીત-રિવાજ અનુસાર લગ્ન નિમિત્તે સામાજિક વ્યવહાર કરવો પડશે એમ કહ્યું હતું. બીજી તરફ ખુશીના મા-બાપ એમ કહી રહ્યા હતા કે અમે તો અમારી શક્તિ અનુસાર કન્યાદાન વગેરે કરીશું. બાકી તો અમે કંકુ ને કન્યા જ આપવામાં માનીએ છીએ. અમારા પરિવારમાં પણ દહેજને કોઈ સ્થાન નથી.
ખુશીને અને સામે પક્ષે મોહિતને પણ દહેશત હતી તો એક જ કે મોહિતના મા-બાપ કોઈ જીદ ન કરે અને માની જાય તો સમુસુતરું બધું પાર પડે. મોહિતે તેના મા-બાપને સમજાવ્યું હતું કે તમે કન્યાદાન અને વ્યવહાર કે દાયજો વગેરે જેવી લેવડદેવડનો ફોર્સ કેમ કરો છો? ખુશીનો ભાઈ તો અમેરિકા રહે છે. એ કદી પાછો ઈન્ડિયા સેટલ થવા આવવાનો નથી. ખુશીના મા-બાપનું જે કંઈ પણ છે, માલ-મિલકત કે દાગીના-જ્વેલરી વગેરે બધું જ ખુશીનું જ તો છે.
બીજી તરફ મોહિતના મા-બાપના અક્કડ અને વ્યવહાર અંગેના વલણને કારણે ખુશીના મા-બાપ પણ થોડા કન્ફ્યુસ હતા. તેમને તો એમ હતું કે મુરતિયો તેનાં મા-બાપનું એકનું એક સંતાન હોવાથી ઉલટાનો એ લોકો કન્યા પક્ષ માટે મોટો અને સારો વ્યવહાર કરશે, પરંતુ એ લોકો તો ભુખડી બારસ જેવા લાગે છે.
ફ્લેટ, બિઝનેસ, નોકર-ચાકર એવું બધું તો ઠીક, પરંતુ બધો ચળકાટ સોનાનો હશે કે નકલી હશે એવી શંકા પણ ખુશીના મા-બાપને ઘડીભર થઈ આવી હતી. આથી ખુશીએ પણ પોતાના મા-બાપને સમજાવવા પડ્યા હતા કે મોમ-ડેડ, તમે પણ થોડું લેટ-ગો કરો ને... તમારા કહેવા પ્રમાણે તો મેં હજુ મારી ચોઈસના છોકરા જોડે મેરેજ કરવાના બદલે તમારી મરજી પ્રમાણે સોશિયલી રહેવા એરેન્જ મેરેજની ચોઈસ રાખી છે. તો પણ તમે સમજતા નથી.
જ્યારે પહેલી વાર મોહિત તેના પરિવાર સાથે ખુશીના ઘરે કન્યાની પસંદગી માટે આવ્યો હતો ત્યારે વડીલોએ જ મુરતિયો અને કન્યાને કોઈ અંગત વાતચીત કરવી હોય તો એકાન્તમાં થોડી મિનિટ બેસવા કહ્યું હતું.



મોહિતને તેના મા-બાપ વારંવાર કહેતા કે જો બેટા, થોડું તો લેટ-ગો કરવું જ પડશે. તને તારી ચોઈસ પ્રમાણે પરફેક્ટ વાઈફ મળશે એવા ફાલતું સપનામાં રહેતો હોય તો આંખો ખોલી કાઢજે.
ખુશીના ઘરે પહેલી વાર મળ્યા ત્યારે થોડી મિનિટોની વાતચીતમાં મોહિતે પુછ્યું હતું કે તમને હું ગમું તો છું ને? કે કોઈ ફોર્સ જેવું નથી ને?
ખુશીએ કહ્યું હતું કે યા, આઈ લાઈક યુ. નથિંગ ટુ બી ફોર્સ બોથ સાઈડ. એની વે, તમારે શાનો બિઝનેસ છે?
મોહિતે કહ્યું હતું કે અમારે કોટન મરચન્ટ તરીકે કારોબાર છે.
તમારે કોઈ બોયફ્રેન્ડ ખરા કે અફેર હતું... એવું કંઈક..?મોહિતે ખુશીને પુછ્યું હતું.
ખુશીએ તો બિન્દાસ્ત થઈને કહ્યું હતું કે યસ, બટ શો વોટ? એમાં શું? એ તો ચાલ્યા કરે. અનમેરિડ બ્યુટીફુલ ગર્લને અફેર ન હોય તો સરપ્રાઈઝ કહેવાય. ખરેખર તો તમારે એવું પુછવું જોઈએ કે મારે બ્રેક-અપ કેટલી વાર થયા?આટલું બોલીને તો ખુશી હસી પડી હતી.
મોહિત બિચારો તો આ સાંભળીને હજુ એવો તો હક્કો-બક્કો બની ગયો હતો કે એનો તો બેભાન થવાની જ વાર હતી.
ખુશી ખીલી ઊઠી હતી. તે બોલી કે અરે, ઓ ખ્વાબોં કે શહેજાદે... બેભાન થઈ ગયો કે શું? પાણી-બાણી છાંટવું પડશે કે શું? એની વે... મારે તો એક જ વાર બ્રેક-અપ થયું છે અને હું તો રહી બોલ્ડ એન્ડ બ્યુટીફુલ, એટલે પછી લવ-બવના ચક્કરમાં પડવાનું છોડી દીધું. હા, મારે બોયફ્રેન્ડઝ તો ખરા. જુઓ ને, ઓફિસમાં સાથે જોબ કરીએ એટલે વર્ક-પ્લેસ ઉપર મારા બે ખાસ દોસ્ત છે. મારો એક ક્લોઝ ફ્રેન્ડ મારી સ્કૂલ લાઈફનો છે અને એક બોય ફ્રેન્ડ મારે કોલેજ ટાઈમનો છે. આમ જુઓ તો ચાર બોયફ્રેન્ડ પરંતુ બીજા પણ ફ્રેન્ડઝ ખરા. બસ, વીક-એન્ડમાં કોઈ કોઈને મળું પણ ખરી એન્ડ હેંગ આઉટ એન્ડ લોંગ ડ્રાઈવ એન્ડ મોર એન્ડ મોર... બટ, હાઉ એબાઉટ યુ...? તને કોઈ પ્રોબ્લેમ તો નથી ને? હોય તો પહેલા જ કહી દેવાનું. મને કોઈ ખિચ-ખિચ કરે એ ના ગમે.
મોહિતને માંડ હોશ આવ્યા હોય અથવા તે હોશ સંભાળતો હોય એમ બોલ્યો કે નો, નો. આઈ હેવ નો પ્રોબ્લેમ. પણ આફટર મેરેજ તો તું આવું બધું વાઈન્ડ-અપ કરી લઈશ ને? મારે પણ એક વાર બ્રેક-અપ થયું હતું. યંગ-એજમાં તો એવું બધું ચાલ્યા કરે. બટ ઈટ્સ ઓલ ફેર ઈન સચ લિમિટ્સ...
ખુશીએ મોહિતનો પાવલો પતંગ લપેટાયેલો જોઈને ઝોલ નાખ્યો તો ખરો, પણ અખિંયો સે ગોલી મારે...ના પેચ લડાવવા માટે ઢીલ મૂકવાના બદલે ખેંચવા ટ્રાય કર્યો. તે બોલી કે જુઓ, આપણા મેરેજ થાય તો પણ એ એરેન્જ મેરેજ થવા જઈ રહ્યા છે. હું એવું માનું છું કે મેરેજ થાય એટલે આપણે હસબન્ડ-વાઈફ બનીશું, પરંતુ એકબીજાના માલિક બનવાની વાત આમાં ક્યાંય આવતી નથી. મેરેજ ઈઝ નોટ સચ એઝ ઓનરશીપ બિઝનેસ. એન્ડ યસ... આફટર મેરેજ હું કોઈ લવ-અફેર કરવાની નથી, ઈટ્સ માય પ્રોમિસ, બટ હું મારા ફ્રેન્ડઝ સાથે તો કોન્ટેક્ટ રાખીશ જ. જો તને મારા ફ્રેન્ડઝ સામે પ્રોબ્લેમ હોય તો પ્લિઝ, અત્યારે જ ક્લીયર કરી દેવું સારું. મને પાછળથી કોઈ ઝિક-ઝિક કરે એવું બધું નથી ગમતું. આઈ મીન, હું મેરેજ પછી પણ મારા ફ્રેન્ડઝ તારા કહેવા પ્રમાણે વાઈન્ડ-અપ કરી લેવાની નથી.



ખુશીએ પુછ્યું કે ઈફ યુ ડોન્ટ માઈન્ડ, પણ મને એક સવાલ થાય છે કે તારે કેમ બ્રેક-અપ થયું હતું...?
મોહિતે કહ્યું કે પ્રોબ્લેમ મારા તરફથી નહોતો. બટ, મારી ફિયાન્સેના મોમ-ડેડને વાંધો હતો અને તેમની પસંદગીના છોકરા સાથે તેના મેરેજ કરાવવાનો ફોર્સ હતો. મારી ફિયાન્સે એટલા માટે કોમ્પ્રોમાઈઝ કરી લેવું પડ્યું કે તેની મોમ સ્યુસાઈડની ધમકી આપતી હતી. એની વે, તારા બ્રેક-અપની સ્ટોરી શું હતી?
ખુશી બિન્દાસ્ત થઈને બોલી કે મારે કંઈ તારા જેવું નહોતું. હું કંઈ એની સાથે મેરેજ કરવા માગતી નહોતી. ઈટ્સ જસ્ટ ટાઈમપાસ લવ-અફેર. મારી બર્થ ડે પર એણે મને કાર ગિફ્ટ કરવા પ્રોમિસ આપ્યું હતું અને તેણે પ્રોમિસ બ્રેક કર્યું તો મેં અફેર જ બ્રેક કરી દીધું. બસ, કિસ્સા ખતમ.
જેમ તેમ કરીને મોહિતના મા-બાપ પોતાના દીકરાના મેરેજ ખુશી સાથે કરાવવા માટે તૈયાર થયા હતા અને ખુશીના મા-બાપની બધી શરતો પણ માની ગયા હતા કે શક્તિ પ્રમાણે વ્યવહાર કરશે અને કંકુ ને કન્યા આપશે. કન્યાદાનમાં કોઈ મોટો દાયજો યા દહેજ નહીં જ આપે. મોહિતે મા-બાપને સમજાવટથી કામ લેવા કહ્યું હતું એની આ અસર હતી. જો કે ખુશીના મા-બાપે દીકરી માટે પાંચ તોલા સોનાનાં ઘરેણાં તો અવશ્ય કરાવ્યાં હતાં. થોડીક ભેટ-સોગાદો અને કપડાં-લત્તાં વગેરે.
મેરેજને એકાદ વીક થયું હશે અને એક દિવસ વહેલી સવારે ખુશી મોર્નિંગ-વોક માટે ગઈ હતી. તેને ઘરે પાછી ફરવામાં ખાસ્સી વાર લાગી એટલે મોહિત પણ વોક-વે તરફ ગયો.  ગાર્ડનના બાંકડે જે સીન જોયો તેથી તો એના મોતિયા જ મરી ગયા. ખુશી કોઈ યુવાન સાથે બિલકુલ ક્લોઝ થઈને બેઠી હતી અને વાતો કરીને ખિલખિલાટ હસી રહી હતી.
મોહિતે ખુશી અને તેના ફ્રેન્ડની નજીક જઈને કહ્યું કે ખુશી, શું છે આ બધું?
ખુશીએ મોહિત સામે જોઈને કહ્યું કે કુલ ડાઉન, મોહિત... જસ્ટ રિલેક્સ, બડી... ધિસ ઈઝ માય ક્લોઝ ફ્રેન્ડ રોમી... એન્ડ રોમી, મીટ માય હબી મોહિત... એન્ડ લૂક, મોહિત... આવું બધું તો ચાલ્યા કરે... મેં તો તને બિફોર મેરેજ મારા ફ્રેન્ડઝની વાત કરી જ હતી ને.
મોહિતનું મ્હોં પડી ગયું. એને તો બિચારાને કાપો તો લોહી ના નીકળે એવી સ્થિતિ થઈ ગઈ હતી.
લગ્નને એકાદ મહિનો થવા આવ્યો હતો. આથી ખુશીએ મોહિતને પોતાના મા-બાપના ઘરે થોડા દિવસ રહેવા જવાની વાત કરી હતી. મોહિતને એમાં કોઈ પ્રોબ્લેમ નહોતો. તેણે તો હા પણ પાડી અને પિયરમાં મૂકવા આવવા પણ તૈયારી બતાવી. જો કે ખુશીએ કહ્યું કે પોતે એકલી જ ચાલી જશે.



આ તરફ ખુશીના મા-બાપ પણ દીકરી અંગે ચિંતામાં તો હતા જ. તેમને પણ ખુશી થોડા દિવસ સાથે રહેવા આવી તેથી સારું લાગ્યું.
મા-બાપે પુછી પણ લીધું કે બેટા, સાસરામાં કોઈ તકલીફ તો નથી ને... તું ખુશ તો છું ને...
ખુશીએ શ્વસુરપક્ષનો આખો રિપોર્ટ જ મા-બાપને આપી દીધો કે મોહિત કહેતો હતો એવો કોઈ કોટન મરચન્ટ તરીકેનો તેમને કોઈ કારોબાર નથી. બાપ કે બેટો કોઈ કશો કામધંધો કરતા નથી. ઓફિસ અવર્સમાં એ લોકો ટાઈમસર ઘરથી બહાર જાય છે ખરા. પરંતુ તપાસ કરતા ખબર પડી છે કે મોહિતના કોઈક સગા કોટનના વેપારી છે અને તેમની પેઢી ઉપર મોહિત અને તેના પપ્પા બેસે છે. એક રીતે તો નોકરી જ કહેવાય. પેઢી કંઈ મોહિતના બાપની માલિકીની નથી. વળી ઘરે બેન્ક મોર્ગેજ અંગેની નોટિસ રજિસ્ટર્ડ પોસ્ટમાં આવી ત્યારે હું ઘરે હતી એટલે ખબર પડી કે ફ્લેટ તો બેન્કમાં ગિરવે છે અને મૂળ રકમ ઉપરાંત વ્યાજ પણ એટલું ચઢી ગયું છે કે ફ્લેટની ગમે ત્યારે હરાજી થવાની છે, તો પણ બેન્કનું કરજ ચુકવાયા વિનાનું બાકી જ રહેવાનું છે. કાર અને ડ્રાઈવર તો ભાડૂતી હતા અને મેરેજ થાય એટલા પુરતુ જ શો-ઓફ્ફ કરવા માટે રાખવામાં આવ્યા હતા. ઘરમાં નોકર ખરા, જો કે તેમને પણ ટાઈમસર પગાર ચુકવવામાં આવતો નથી. આથી દર મહિને નવા નોકર યા ઘરઘાટીની તલાશ કરવી પડે છે. મિલકતમાં કશું નથી, જો છે તો ફક્ત એટલું જ કે હાથ, પગ ને હૈયું.



આ તરફ મોહિતને એમ હતું કે ખુશી સાથે મેરેજ થયા પછી સાસરી પક્ષવાળા કોઈને કોઈ રીતે હેલ્પફુલ થશે અને પોતાના ફેમિલીને કરજમાંથી થોડી ઘણી પણ મુક્તિ અપાવી શકાશે. પરંતુ મોહિતના પાસા ઉલટા પડ્યા અને મેરેજમાં કોઈ જેકપોટ લાગ્યો નહીં. મોહિતે ખુશીના મા-બાપ રહે છે એ ફ્લેટ અંગે તપાસ કરાવી તો તેને પણ ખબર પડી કે ખુશીના મા-બાપે પોતાના છોકરાના હાયર એજ્યુકેશન માટે અને તેને અમેરિકા મોકલવા માટે આ ફ્લેટ પણ મોર્ગેજ જ કરેલો છે. જેના મન્થલી ઈન્સ્ટોલમેન્ટ ચઢી ગયા છે અને હવે અમેરિકા સેટલ થયા પછી ખુશીનો ભાઈ ના તો કોઈ રૂપિયા મોકલે છે કે ના તો કોઈ સંબંધ પણ રાખે છે.
મોહિતને આંચકો તો ત્યારે લાગ્યો કે મેરેજ પછી ખુશીએ પોતાની જોબ પણ છોડી દીધી હતી. મોહિતને એમ હતું કે આફટર મેરેજ ખુશી પોતાની જોબ પણ ચાલુ રાખશે તો તેની સેલરીનો થોડો સપોર્ટ પણ રહેશે.
હવે આંચકો ખાવાનો ટર્ન ખુશીનો હતો. તેણે મોહિતને કોલ કર્યો કે મોમ-ડેડના ઘરે રહેવા આવ્યાને કમ સે કમ એક મહિનો થઈ ગયો. તું ક્યારે લેવા આવે છે?
આ વખતે મોહિતે એબાઉટ ટર્ન જઈને નિર્લજ્જતાથી ખુશીને કહી દીધું કે ખુશી, તું હવે તારા મોમ-ડેડના ઘરે જ ખુશીથી રહે. હું તને લેવા આવી રહ્યો નથી.
ખુશી આ પ્રકારના રિપ્લાય સાંભળવા માટે ક્યારેય ટેવાયેલી નહોતી. તેણે મોહિતને ખખડાવી જ નાખ્યો કે હાઉ ડેર યુ? ડુ યુ નો? વોટ આર યુ ટેલિંગ? તને હજુ ખબર નથી કે તારે આ રીતે વાત ના કરવી જોઈએ. તારે સમજવું જોઈએ કે તારો ખુશી સાથે મુકાબલો થયો છે. હું તને કોર્ટમાં ખેંચી જઈશ. આઈ વિલ સી યુ ઈન કોર્ટ એન્ડ આઈ ટીચ લેશન ટુ યુ.
મોહિતને એમ જ હતું કે ખુશી તો ખાલી ડંફાસ મારતી હોય. એ કંઈ આવી રીતે ફર્મલી સ્ટેપ નહીં જ લે. ખુશીની ધમકીને મોહિતે અને તેના મા-બાપે પણ લાઈટલી લીધી હતી. પરંતુ એ ત્રણેયના ચહેરા ઉપરથી ત્યારે નૂર ઊડી ગયું હતું કે જ્યારે તેમના ઘરે રજિસ્ટર્ડ પોસ્ટમાં ત્રણેયના નામજોગ ફેમિલી કોર્ટના સમન્સ આવ્યા હતા. જેમાં લખ્યા પ્રમાણે જો ફેમિલી કોર્ટમાં મુદતે હાજર ના થાવ તો એરેસ્ટ વોરન્ટ પણ કાઢવામાં આવશે.



એરેસ્ટ વોરન્ટ અને એરેસ્ટ થયા પછી તો સીધા જેલની હવાલાતમાં..? આ વિચાર આવતા જ મા-બાપ અને દીકરાના મોતિયા મરી ગયા હતા. ફેમિલી કોર્ટના ચક્કર કાપતા કાપતા તેઓ પારાવાર કંટાળી ગયા હતા. ખુશીએ ફિઝિકલી એન્ડ મેન્ટલ ટોર્ચર અને ડાઉરી એક્ટ સહિત જુદા જુદા એલિગેશન સાથે કેસ કર્યા હતા અને મન્થલી કોમ્પેન્શેસન વગેરે ડિમાન્ડ કરી હતી. મોહિત માટે ડિવોર્સની વાત તો બાજુ ઉપર રહી ગઈ હતી.
આખરે કોર્ટનો ઓર્ડર આવી ગયો હતો. ખુશીનું મન આજે ખુશીથી ઉછાળા મારી રહ્યું હતું. એને લાગતું હતું કે પોતે આજે બહુ મોટો હાથ માર્યો છે. ખુશીએ વારાફરતી તેના ફ્રેન્ડ રોમી અને કુનાલને કોલ કરીને પોતાની ખુશીના ન્યૂઝ આપતા કહ્યું કે ફ્રેન્ડ, જસ્ટ ચિલ... આઈ ગોટ એ મેરેજ ફિયેસ્તા... મને ફેમિલી કોર્ટે રૂપિયા 25 લાખ કોમ્પેન્શેસન એન્ડ પર મન્થ રૂપિયા 35,000 લાઈફ સપોર્ટ માટેનું વેજીસ ફિક્સ કરી આપતો ઓર્ડર કર્યો છે. જે મારા બેન્ક એકાઉન્ટમાં રેગ્યુલર ડિપોઝિટ થશે. જો મોહિત આમ નહીં કરે તે દિવસે તેને જેલમાં જવાનો વારો આવશે.
જો કે આ વાત સાંભળીને સરપ્રાઈઝ કુનાલે તો પુછી પણ લીધુંવાઉ...ખુશી, બટ લેટ મી ટેલ યુ... હાઉ ઈટ્સ હેપન... તેં કોર્ટમાં કેવી રીતે પ્રૂવ કર્યું કે તારો હબી રિચ એન્ડ ઈકોનોમિકલી કેપેબલ છે?
ખુશીએ ફોડ પાડતા કહ્યું કે યા, કુનાલ. ઈટ્સ ઈમ્પોર્ટન્ટ પોઈન્ટ. બટ, યુ નો. તને તો ખબર છે ને કે મોહિતને બીજાની કાર, બાઈક્સ, જ્વેલરી, સનગ્લાસીસ વગેરે સાથે સેલ્ફી લેવાનો અને એફ.બી. પર અપલોડ કર્યા કરવાનો બહુ ક્રેઝ છે. મેં કોર્ટમાં તેના એ ડિફરન્ટ મોડલની કાર સાથેના, બાઈક સાથેના અને જ્વેલરી સાથેના પિક્સ પ્રોડ્યુસ કરીને આર્ગ્યુમેન્ટ કરી હતી કે મારો હબી ખુબ ધનિક છે, એન્ડ આઈ પ્રૂવ્ડ ઈટ..!